વાંકાનેર શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક સમસ્ત વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ‘ ભૂદેવ કા રાજા ‘ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ નિત્યક્રમ મુજબ સાંજે 7:30 વાગ્યે ભવ્ય સંધ્યા આરતીનું આયોજન કરાય છે જેમાં વાંકાનેરના તમામ ભૂદેવો સહિતના નાગરિકો ઉપસ્થિત રહે છે…
આ ગણપતી મહોત્સવ ખાતે ગઇકાલે એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો , સ્થાનિક આગેવાનો, સંતો-મહંતો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી વિઘ્નહર્તાની મહા આરતીનો લાભ લીધો હતો…
આ તકે વાંકાનેર ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ , ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાંકાનેર મહારાજા કેશરીદેવસીંહ ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો પૈકી ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, દવેસાહેબ, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ખાસ હાજર રહ્યા હતા…
મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સમસ્ત મોરબી બ્રહ્મસમાજ દ્વારા સાલ તથા ફૂલહાર ઓઢી સન્માન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીને સફળ બનાવવા ભૂદેવો કા રાજા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર, યોગેશ પંડયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF