વાંકાનેર તાલુકાના ભોજપર ગામની સીમમાં આવેલ વાડીમાં કામ કરતી વેળાએ વિજશોક લાગવાથી ખેડૂતનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપર ગામની સીમમાં આવેલ ખેતરમાં કામ કરી વેળાએ અરવિંદભાઈ પાલાભાઈ પટેલ (ઉ.વ. ૩૩) નામના ખેડૂતને વિજશોક લાગ્યો હતો જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે મૃતકના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!