વાંકાનેર તાલુકના ભલગામ ગામનુ સીમમાં દારૂનું કટીંગ થવાની હોય જેની ચોક્કસ ખાનગી બાતમી મોરબી એલ.સી.બી ની ટીમને મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની 1560 બોટલ ભરેલ ટ્રક ઝડપી પાડી પોલીસે કુલ રૂ. 15,82,400 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ રેડ દરમિયાન ટ્રક ડ્રાઈવર નાસી જતાં આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરએ જિલ્લામાં ગેરકાયદેર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા જરૂરી સુચના કરતા તમેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે કન્ટેનર નંબર HR 38-7-3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી વહન કરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનુ કટીંગ થનાર છે,
જેથી એલ.સી.બી ટીમ તે સ્થળ પર રેડ કરતા રેઇડ કરતા ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુઠ્ઠાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો જેમાં ૧). મેગ્ડોવેલ નં-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-660 કી.રૂ. 2,47500, ૨). રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-900 કી.રૂ. 2,70,00 સહિત કુલ 1560 દારૂની બોટલ જેની કીંમત રૂપિયા 5,17,500 અને
ટ્રક તેમજ મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કી.રૂ. 2,63,900 સીસ્ટમ કી.રૂ.1,000 મળી કુલ રૂપિયા 15,82,400 નો મુદામાલ કબજે કરવામાં આવ્યોં છે. દરોડા દરમિયાન ટ્રક ચાલક નાશી ભાગી ગયેલ હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોધ્વમાં આવ્યો છે જેની વધુ તપાસ એલ.સી.બી પી.એસ.આઈ એન.બી.ડાભી ચચલાવી રહ્યા છે…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા, એલ.સી.બી. psi એન.બી.ડાભી દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગીયા, ભગીરથસિંહ ઝાલા તથા ભરતભાઇ મીયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly