હાલ કોરોના મહામારી સામેની જંગ લડી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી શ્રી બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS) વાંકાનેર દ્વારા આ કોરોના મહામારીના સમયમાં વાંકાનેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ અને બંધુ સમાજ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે અર્થે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા….

એક તરફ સમગ્ર દુનિયાભરમાં કોરોનાની મહામારી એ માજા મૂકી છે અને બીજીબાજુ હાલ ચારેબાજુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા વાંકાનેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે તેવા હેતુથી બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા…

આ તકે વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, APMC ચેરમેન શકીલ પીરજાદા, ટ્રસ્ટના પ્રમુખ મીમનજીભાઈ પરાસરા, મેડિકલ ઓફિસર ડો. સાજીદ, ટ્રસ્ટીઓ નુરમહંમદભાઈ કબાટવાળા, હનીફભાઇ પટેલ, મહંમદભાઈ કડીવાર અને અલીભાઈ કડીવાર તેમજ BAPS સંસ્થા વતી અમિતસિંહ રાણા, મજબૂતસિંહ વાળા, જયેશભાઇ રામાબી, પ્રભુભાઈ રાઠોડ, સમિતભાઈ ત્રિવેદી, સંદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા…

આ સાથે જ વાંકાનેરની બંધુ સમાજ હોસ્પિટલને પણ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યાં ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ અનંતરાય મહેતા, ટ્રસ્ટીઓ કેતનભાઈ મહેતા અને શૈલેષભાઇ દોશી, મેનેજર ધવલભાઈ કરથીયા, ડો. ચિંતન પટેલ, ડો. ચાર્મી દવે, ડો. અંકિતાબા ઝાલા, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!