ગઈકાલે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર એવા રમઝાન માસની ત્રીસ રોજા બાદ પુર્ણાહુતી થઈ છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન માસ દરમિયાન વાંકાનેરના બ્યુટી સ્ટાર બ્યુટી પાર્લરના ઓનર રૂબીબેન પઠાણની દસ વર્ષની દીકરી સોફીન પઠાણે આવડી નાની ઉંમરમાં રમઝાન માસના 30 રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી હતી. ઉનાળાના આ સમયમાં મોટા માટે પણ આખો દિવસ ભુખ્યા તરસ્યા રહી રોજું રાખવું મુશ્કેલ હોય છે ત્યારે માત્ર દસ વર્ષની દિકરી સોફીનએ 30 રોજા રાખી મોટેરાઓને પ્રેરણા આપી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!