વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી પસાર થતી કારને રોકીને પોલીસ તલાશી લેતા તેમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. 1,06,000ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી અને એક શોખને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ઈન્ડિગો કાર નંબર GJ 3 CR 7953 ને પોલીસે રોકી તલાશી લેતા તેમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે છ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર સહિત કુલ રૂ. 1,06,000 ના મુદ્દામાલ સાથે આરોપી અજયભાઈ ભાણાભાઈ શિયાળ (ઉ.વ. 24, રહે રામનાથપરા, ભવાની શેરી નંબર-૧, રાજકોટ)ની ધરપકડ કરી હતી. સાથે જ આ દારૂનો મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા રોહિત જીવણદાસ દુધરેજીયાને પહોંચાડવાનોહોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT