વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાવળની ઝાડીમાં છુપાઈ કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર રમતા ચાર શખ્સો કુલ 1.01 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે હેડ કો.મયુરધ્વજસિંહ જાડેજને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા વાંકાનરે તાલુકાના આંણદપર ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે જુગારની રેડ કરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસની આ રેડ દરમિયાન સ્થળ પર જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા (ઉ.વ.32, રહે. ભરવાડપરા, વાંકાનેર), શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ભીસડીયા (ઉ.વ. 30, રહે. સમથેરવા, તા.વાંકાનેર), હરેશભાઇ ઉર્ફે મઘો જગાભાઇ વિઝુવાડીયા (ઉ.વ.30, રહે. માટેલ, પુલ પાસે વાડી વિસ્તારમાં, તા.વાંકાનેર), પ્રવિણભાઇ ઉર્ફે પનો છનાભાઇ સરાવાડીયા (ઉ.વ.32, રહે. માટેલ, તા.વાંકાનેર)ને રોકડ રૂ. 1,01,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો. જગદીશભાઈ ગાબુ તથા સંજયસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f