વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે દુધની ડેરી સામેથી પસાર થતા એક પદયાત્રી મહિલાને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક યુવાનને પણ‌ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે દુધની ડેરી સામે આજે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એક બાઇક ચાલકે ત્યાંથી પસાર થતા મહિલા પદયાત્રીને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મનીષાબેન મધુસૂદનભાઈ સોજીત્રા (ઉ.વ. 65, રહે. રાજકોટ)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલક ખુલજીભાઈ ચૌધરીને પણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!