વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામ ખાતે આવેલ એક યુવાનની જમીન પચાવી પાડવાના હેતુથી મહિલા સહિત ત્રણ શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી લેતા યુવાને બાબતે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી કરી હતી જેના આધારે કલેક્ટરશ્રીના હુકમ બાદ યુવાનની ફરિયાદ પરથી આગાભી પીપળીયા ગામનાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામના રહેવાસી અને હાલમાં લીંબડી શહેર ખાતે આવેલ મેર સાહેબના દવાખાનાની પાછળ રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ. 30)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી મણીબેન રતાભાઇ ભરવાડ, રાઘવભાઈ રતાભાઇ અને વિરમભાઈ રતાભાઇ ભરવાડ (રહે બધા અભાગી પીપળીયા)સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ અભાગી પીપળીયા ગામે સર્વે નંબર 7 પૈકી 3 ની 12 એકર અને 9 ગૂઠા જમીનમાંથી તેઓએ 8 એકર અને 16 ગુઠા જમીનનું વેચાણ કરેલ હોય

અને તે સિવાયની 4 એકર જેટલી જમીન છે તે પચાવી પાડવાના આશયથી આરોપીઓએ તેના ઉપર ગેરકાયદેસર કબ્જો કરીને વાવેતર કરી પોતાના અંગત લાભ માટે થઈને જમીનનો ઉપયોગ કરતાં હોય, જે સંદર્ભે તેઓએ અગાઉ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી કરી હોય જેના આધારે કલેક્ટર દ્વારા કરવામાં આવેલ હુકમ બાદ એસપીએ કરેલા હુકમને ધ્યાનમાં રાખીને હાલમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!