ખેડૂત હિતમાં કપાસના પાકમાં સંશોધન ક્ષેત્રમાં સક્રિય એફપ્રો સંસ્થા દ્વારા ખેડૂતોને ગુલાબી ઇયળ નિયંત્રણ અને PB KNOT ડેમોસ્ટ્રેશન અપાયાં…
ખેડૂતોનાં હિતમાં કપાસ પાકમાં સંશોધન ક્ષેત્રમાં સક્રિય સંસ્થા એફપ્રો પ્રોજેક્ટની વાંકાનેર ઓફિસ તથા દક્ષિણ એશિયા બાયોટેકનોલોજી-જોધપુર દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે કપાસના પાકમાં આવતી ગુલાબી ઇયળના સંકલિત નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલ PB KNOTનો ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા દ્વારા ખેડૂતોને આ ટેક્નોલોજીના ઉપયોગથી કપાસમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ કઇ રીતે કરી શકાય તેના વિશે લાઇવ ફિલ્ડ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….
એફપ્રો પ્રોજેક્ટની વાંકાનેર ઓફિસ દ્વારા આયોજિત આ ખેડૂત શિબિરમાં ખેડૂતોનૂ ડેમોસ્ટ્રેશન માટે 60 એકર એરીયા સિલેક્ટ કરી તેમાં અત્યાધુનિક ટેકનોલોજી PB KNOT અને ફેરોમેન ટ્રેપ લગાવી અને તેનો ઉપયોગ કેમ કરવો તથા ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનનો હેતુ ખેડૂતોમાં ગુલાબી ઇયળના સંકલિત નિયંત્રણ અંગે જાગૃતિ લાવી આ સમસ્યાનું સમાધાન મેળવવાનો હતો. આ ખેડૂત શિબિરમાં ICARના માર્ગદર્શન મુજબ એફપ્રો સંસ્થા અને દક્ષિણ એશિયા બાયો ટેકનોલોજી-જોધપુરની ટીમ દ્વારા ખેડૂતોને કપાસમાં આવતી ગુલબી ઇયળના સંકલિત નિયંત્રણ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….
અત્રે ઉલ્લેખનીય છે કે, એફપ્રો સંસ્થાએ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ખેડૂત હિત માટે સક્રિય હોય, જેમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી ખેડૂતને આર્થિક પગભર કરવાની દિશામાં પ્રયાસો કરી રહી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf