વાંકાનેર ખાતે પોલ્ટ્રી ફાર્મના વેપાર સાથે સંકળાયેલ પેઢી એવી એક્ટીવ ટ્રેડર્સને ચીક્સ અને મરઘાની દવાના લેણાં પેટે તા. ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ રૂ. ૧,૩૦,૦૦૦/-નો ચેક કચ્છના એક શખ્સએ આપેલ જે ચેક બેંકમાંથી વગર ચુકવણીએ રીટર્ન થતા તે અંગેની ફરિયાદ એક્ટીવ ટ્રેડર્સ દ્વારા વાંકાનેર કોર્ટમાં આરોપી કચ્છના લાલા ગામના રહેવાશી રમજુ આદમ સંગાર વિરુધ દાખલ કરેલ, જે બાદ આરોપી રમજુ આદમ સંગાર તેમના વકીલ ફારૂક એસ.ખોરજીયા મારફતે હાજર થયેલ અને સદરહુ કેસ નામદાર રાણાસાહેબની કોર્ટમાં ચાલી જતા,.

આ કામના ફરિયાદી મામદભાઈ માથકીયા(એક્ટીવ પોલ્ટ્રી)એ કોર્ટમાં પોતાનું લેણું સાબીત નહીં કરી શકેલ અને આ કામના ફરિયાદીએ તેમની પાસે રહેલ ચેકનો દુરુપયોગ કરેલ હોય જેથી આ કામના આરોપીના વકીલશ્રી ફારૂક એસ.ખોરજીયા એ નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરી અને ધારદાર દલીલો કરેલ જેને માન્ય રાખી નામદાર કોર્ટે આ કામના આરોપી રમજુ આદમ સંગારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામના આરોપી વતી વકીલ તરીકે ફારૂક એસ. ખોરજીયા, નાસીર એમ. જામ અને કૌશરબેન ખોરજીયા રોકાયેલ હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!