છેલ્લા ઘણા સમયથી યુવાધનમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે, જેમાં હજુ પાંચ દિવસ પહેલા જ વાંકાનેરના એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા, જે બાદ હાર્ટએટેકથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે, જેમાં વાંકાનેર શહેર નજીક આવેલ સાંઇબાબા રોડલાઇન્સની ઓફિસમાં કામ કરતા યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફિસમાં કામ કરતાં ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ (ઉ.વ. 37) નામના યુવાનને અચાનક હાર્ટએટેક આવી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU