વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડી ખાતે આજે સાંજના સમયે કૂવો ગાળતી વેળાએ અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભેખડ નીચે દબાઈ જવાના કારણે ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે ત્રણેયના મોત થયા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે આવેલ ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયર નામના ખેડૂતની વાડી ખાતે કુવો ગાળવાની કામગીરી ચાલી રહી હોય જેમાં આજે સાંજના સમયે કુવો ગાળતી વેળાએ અચાનક ભેખડ ધસી પડતાં કુવો ખોદતાં ૧). મનસુખભાઇ પોપટભાઈ સોલંકી (ઉ.વ. 44), ૨). નાગજીભાઈ સોમાભાઈ સીતાપરા (ઉ.વ. 45)‌ અને ૩). વિનુભાઇ બચુભાઈ ગોરીયા નામના શ્રમિકના મોત થતાં હતાં જ્યારે આ બનાવમાં વાડી માલિકને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!