વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર શહેર બાજુ આવી રહેલ એક ઈકો કારને લાલપર ગામ નજીક અકસ્માત નડયો હતો જેમાં ઇકો કાર પલ્ટી મારી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબીના વતની પિતા અને દસ વર્ષિય પુત્રને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર શહેર તરફ આવી રહેલી એક ઇકો કાર લાલપર ગામ નજીક રોડ પર ગાય મરેલી પડી હોય જેથી કાર ચાલકે અચાનક કાવુ મારતા ઇકો પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતના બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કરીયાણાના વેપારી સીદીકભાઈ સુલતાનભાઈ વઢવાણીયા અને તેમના દસ વર્ષના પુત્ર આરવને હાથ અને ખંભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી…
જેથી આ બનાવમાં દોઢ મહિના કરતાં વધુ સારવાર બાદ ઈજાગ્રસ્ત સીદીકભાઈએ ગંભીર બેદરકારી દાખવી પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર ઇકો કાર નં. GJ 36 AC 6278 ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU