વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાવળની જાળીમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મૃતક યુવાનની સાથે પૈસાની લેતી દેતી બાબતે થયેલ ઝઘડામાં મૃતક યુવાનના મિત્રએ જ ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી આ બનાવમાં હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મેસરિયા રોડ ઉપર આવેલ રંગપર પાસે સેન્ડબેરી ફાઇબર નામના નવા બનતા કારખાનામાં રહેતા અને કલર કામમાં મજૂરી કામ કરતા કોન્ટ્રાક્ટર હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયા(ઉ.વ. ૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ (રહે. દોહઇ, એમપી)ની સામે ફરિયાદ નોંધાવી છે કે, સેન્ડબેરી ફાઇબર નામના કારખાનામાં કલર કામનો કોન્ટ્રાક રાખી મજૂરી કામ કરે છે અને તેની સાથે ત્યાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજાવત, માનસિંહ ગોવિંદસિંહ રાજાબાદ, જીવન ઉર્ફે લલ્લુ બિજેન્દ્રસિંહ રાજાવત અને રાજકુમાર પ્રજાપતિ મજુરી કામ કરતા હતા,

જેમાં ગત તા. ૨૦ ના રોજ રાતે જેકીભાઈ તથા રાજુ પ્રજાપતિ વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો અને બીજા દિવસે સવારે તે બંને ચોટીલા બાજુ ગયા હતા ત્યાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગોળાઈમાં આવેલ બાવળની જાળીમાં રાજુભાઈ પ્રજાપતિ કુદરતી ક્રિયા કરવા માટે જતા તેની પાછળ જેકી ગયો હતો અને ત્યાં રાજુભાઈએ પૈસાની લેતી દેતી બાબતે તેને માં બેન સમી ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો, ત્યાર બાદ તેની પાસે રહેલ છરી વડે રાજુભાઈ પ્રજાપતિની ગળું કાપી હત્યા કરી નાખી હતી, જેથી આ બનાવમાં હત્યા કરી ફરાર થયેલ આરોપીને પકડી પાડવા માટે વાંકાનેર તાલુકા પોલીસે તજવીજ શરૂ કરી હતી, જેમાં ગુનામાં પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજપૂતની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!