મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-કોઠીના સહયોગથી વાંકાનેર શહેર નજીક ચંદ્ર્પુર ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિદ્યાર્થીનીઓને શારિરીક શિક્ષણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે મુજવણમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો…
વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ અને પી.એચ.સી–કોઠી દ્રારા એડોલેશન હેલ્થ અંતર્ગત ચંદ્રપુર ગામ ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય ખાતે ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીની બહેનો માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. સાહિસ્તા કડીવાર અને ડો.હિરલબેન ચંદારાણા શારિરીક શિક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની 275 કરતા વધુ વિધાર્થીની બહેનોમા આરોગ્ય વિભાગ દ્રારા સેનેટરી પેડ્સ વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમા વિધાર્થીનીઓને મુંજવતા પ્રશ્નોનોના વૈજ્ઞાનિક જવાબો ડો. હિરલબેન ચંદારાણા દ્રારા આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફ ગણ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવાર અને ચંદ્રપુરના હેલ્થ & વેલનેશ સેંન્ટરના FHW તેમજ RBSK એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી મુસ્તાક સાહેબ દ્વારા કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC