વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં જ તાલુકાના પ્રાથમિક શિક્ષકો અને આચાર્યો માટે વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટમાં લુણસર જામસર સીઆરસીની ટીમ વિજેતા તેમજ જીસીસી 11ની ટીમ રનર્સ અપ થયેલ. આવી જ રીતે ચેસ સ્પર્ધામાં ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ વિજેતા થતાં હતાં…..
આ ટુર્નામેન્ટનું સફળ આયોજન વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી કોવડિયા આબીદઅલી, રેફરી અલ્પેશ દેસાણી સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકાના પ્રાથમિક વિભાગના શિક્ષકો તથા આચાર્યોએ ભાગ લીધો હતો…
આ તકે વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, મોરબી-ટંકારા-વાંકાનેર-માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રમુખ અને મહામંત્રી તેમજ વાંકાનેર પ્રાથમિક શીક્ષણાધિકારી મંગુભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC