વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આગામી રવિવારના રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…
આ નિદાન કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર સેવા આપશે. આગામી રવિવાર, તા. ૨૬/૦૨ ના રોજ રાણેકપર ગામની સરકારી શાળા ખાતે બપોરે 2.30 થી 5.30 સુધી આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા અને ગામના સરપંચ હુસેનભાઈ શેરસિયા દ્વારા આ કેમ્પનો લાભ લેવા ગામના નાગરિકોને અપીલ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC