સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસની વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળામાં બાળકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ સુધીના તમામ બાળકોએ ભાગ લીધો હતો…
આ તકે શાળાના બાળકોએ મૂળાક્ષર પરથી શબ્દ બનાવવા, શબ્દ પરથી વાક્ય બનાવવા, ચિત્રવાર્તા, ગીત, ભાષા સંગમ, ભારતના બધા રાજય અને તેની માતૃભાષાના નામ, ભારતના બંધારણમાં માન્ય 22 ભાષાના પાંચ – પાંચ વાક્યો, કાવ્ય પાઠ, માતૃભાષાના મહત્વ વિશે વક્તવ્ય વગેરે પ્રવૃતિ કરી હતી. આ દિવસે ધોરણ આઠના બાળકોને તેના નામનો અર્થ લખેલુ કાર્ડ આપવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવળીના ભાગરૂપે શાળાના તમામ શિક્ષકોએ બાળકોને શુભકામના આપી હતી…
આ તકે શાળાના આચાર્ય રજીયાબેન હેરંજાએ માતૃભાષા વિશે જ્ઞાન પીરસી અને બાળકો પાસે આપણે શુદ્ધ ગુજરાતી ભાષા બોલવાનો આગ્રહ રાખીશુ તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. આમ, આજના દિવસે શાળાના બાળકોએ ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓ સ્વયં બોલી અને વિવિધ ભાષાનો પરિચય મેળવ્યો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC