વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર પોતાનું બાઈક લઈને પસાર થતા એક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદના વતની બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ગઈકાલના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્યાંથી પસાર થતા સુજુકી કંપનીના GJ 27 DY 4222 નંબરના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો….
આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલક હિરેન પ્રેમજીભાઈ કંજારીયા (ઉ.વ. ૩૦, રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકનાં પિતાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1