વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, બંધુસમાજ દવાશાળા ખાતે આગામી તા. 15 થી 17 દરમિયાન કાનમાં સાંભળવાની તકલીફ માટે યુ.કે.ના લેસ્ટરના ડીમોન્ટફ્રોટ યુનિવર્સિટીના હીયરીંગ સ્પેશ્યાલિસ્ટ ઓડિયોલોજીના લેક્ચરર અને વિદ્યાર્થીઓ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેથી આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ અગાઉ રજીસ્ટ્રેશન માટે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ દરમિયાન હોસ્પિટલ ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રીમાં કાનના મશીન પણ આપવામાં આવશે. જે કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે તેવું સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતાએ જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1