સરકાર દ્વારા 0.5 હેક્ટર ચણાના વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂતો પાસેથી 832 કિલોગ્રામ અને 0.75 હેક્ટર ચણાના વાવેતર ધરાવતા ખેડૂતો પાસેથી 1000 કિલો ગ્રામ ચણાનો જથ્થો ટેકાના ભાવે ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જેમાં આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો અને સરકારી કર્મચારીઓને આ પ્રક્રિયામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ સહકાર આપવાની ખાત્રી આપી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટીંગ યાર્ડની રજૂઆતના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સૌપ્રથમ વખત ટેકાના ભાવે સરકારે ચણા ખરીદી કેન્દ્રની ફાળવણી કરી છે. આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી,
વાંકાનેર માર્કેટિંગ યાર્ડને ટેકાના ભાવે ચણા ખરીદ કેન્દ્ર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી હતી કે ટેકાના ભાવે ચણાની ખેડૂતો પાસેથી ખરીદી કરવાની યોજનામાં હાલની મર્યાદામાં વધારો કરી ખેડૂતો પાસેથી વધુ જથ્થોમાં ચણાની ખરીદી કરવામાં આવે જેથી ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL