વાંકાનેર શહેર ખાતે આવેલ 219 વર્ષ જુના તિર્થકર અજીતનાથદાદા અને તિર્થકર ચંદ્રપ્રભસ્વામીના જૈન દેરાસરના આજે સ્થાપના દિવસની ધર્મધ્વજારોપણ મહોત્સવ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ચાતુર્માસ પરિવર્તન કરી વિહાર કરતાં સાધ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબે વાંકાનેરના બહારગામ વસતા કુટુંબોને આવ પ્રસંગે વતનમાં આવે અને માતૃભૂમિ પ્રત્યે લગાવ રહે તેવું જણાવ્યું હતું‌‌..‌..

આ મહોત્સવમાં મુખ્ય ધ્વજાનો લાભ વાંકાનેર નિવાસી (હાલ વડોદરા) કિશોરભાઇ બાબુલાલ દોશી પરિવારે લીધો હતો. આ પ્રસંગે રાતડીયા નિવાસી દોશી કુટુંબના ૭૦ મહેમાનો તથા સાધ્વીજી મહારાજ સાહેબના સાંસારીક સગા-વ્હાલાએ હાજરી આપી હતી. દેરાસરમાં હજારો દીપમાળાઓનો ઝગમગાટ, લાખો કુલોની મહેક, રંગમંડપમાં ભવ્યરંગોળી, જિનભક્તિની ભાવના તથા સંધજમણ યોજાયા હતાં…

આ તકે સંધના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ દોશી, સેક્રેટરી રાજુભાઇ મહેતા, ડો.અમીનેષ શેઠ, મહિલા મંડળના નિલાબહેન દોશી, જયશ્રીબહેન દોશી સહિત 500 જેટલા તપગચ્છ જૈન સંધના શ્રાવક-શ્રાવિકાઓ બે દિવસના વાર્ષિક સાલગિરાહના કાર્યક્રમોમાં જોડાયા હતાં….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!