વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર એવા મહંમદજાવેદ પીરઝાદા સહિત 10 ઉમેદવારોએ પોતાના નામાંકન ભર્યા હતા જ્યારે અન્ય છ જેટલા દાવેદારોએ ફોર્મ મેળવ્યા હતા. વાંકાનેર બેઠક પર આજે બે કોંગ્રેસ, બે આમ આદમી પાર્ટી, એક બસપા અને પાંચ અપક્ષોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા…
આજે વાંકાનેર બેઠક પર કોંગ્રેસ તરફથી ૧). મહંમદજાવેદ પીરજાદાએ બે ફોર્મ અને એક ફોર્મ ૨). સૈયદ ઈરફાનએહમદ પીરજાદાએ, આમ આદમી પાર્ટી તરફથી ૩). વિક્રમભાઈ સોરાણી અને ૪). શૈલેષભાઈ ટોપિયાએ, બસપા તરફથી ૫). ભુપેન્દ્ર સાગઠિયા,
જ્યારે ૬). રિતેશભાઈ પરસાણાએ અપક્ષ, ૭). સાગરભાઈ ફાંગલિયાએ અપક્ષ, ૮). રાજેન્દ્રભાઈ માંડવીયાએ અપક્ષ, ૯). જીતેશભાઈ સંતોલાએ અપક્ષ અને ૧૦). મહેબૂબભાઈ પીપરવાડિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રો ભરીને રજૂ કર્યા હતા..
આ સાથે જ આજે ૧). જીતુભાઈ સોમાણીએ ભાજપ, ૨). શબીર ઈબ્રાહિમ-અપક્ષ, ૩). રમેશભાઈ ડાભી-અપક્ષ, ૪). કડીવાર બસીર વલીમામદ-અપક્ષ, ૫). કેશરીદેવસિંહ ઝાલા-અપક્ષ, અને ૬). દીપકભાઈ સરૈયા-અપક્ષ તરીકે ફોર્મ મેળવ્યા હતા…
મોરબી જિલ્લાની વાંકાનેર સહિત તમામ બેઠકો પર ચૂંટણીના પળે પળના સમાચારો માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0