વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે જમીન માલિકના કુલ મુખ્યત્યાર પાસેથી જમીન ખરીદ કર્યા બાદ કાનૂની વિવાદ ઉભો કરી, આ જમીન ઉપર કબ્જો ખાલી નહિ કરનાર મૂળ માલિકો સામની ફરિયાદ અરજી પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે વર્ષ 2008માં ફરિયાદી ભરતભાઇ કાનજીભાઇ સુરેલા(રહે. દિવાનપરા, વાંકાનેર)એ આરોપી મગનભાઇ ખોડાભાઇ સેટાણીયા, રૂપાબેન મગનભાઇ સેટાણીયા અને મનસુખભાઇ મગનભાઇ સેટાણીયા (રહે. બધા વરડુસર)ના કુલમુખ્યત્યાર પાસેથી વરડુસર ગામના સર્વે નં.૨૫૧/૧ પૈ.૨૫ વાળી હે.૦-૮૦-૯૪ ની આશરે પાંચ વીધા જેટલી જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી…

ત્યાર બાદ ઉપરોક્ત જમીનનો કબ્જો નહિ છોડી આરોપી મગનભાઇ ખોડાભાઇ સેટાણીયા, રૂપાબેન મગનભાઇ સેટાણીયા અને મનસુખભાઇ મગનભાઇ સેટાણીયાએ કાનૂની વિવાદો ઉભા કરી અરજીઓ કરતા તમામ જગ્યાએ આરોપીઓની હાર થઈ હતી અને નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા પણ આરોપીઓની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં જમીનનો કબ્જો નહિ છોડતા અંતે આ મામલે ફરિયાદી ભરતભાઈએ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ અરજી કરતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!