શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરાઇ…
સમગ્ર દેશમાં 05 સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આજે શિક્ષક દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ પાયોનિયર વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ‘ શિક્ષક દિવસ ‘ ની ઉજવણી કરવામાં આવી હતી…
શિક્ષક દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા આજે એક દિવસ બાલ શિક્ષક બની પોતાના ગુરૂનું સ્થાન લઈ તેમને પડતી મુશ્કેલીઓને નજીકથી જોવાની તક મળી હતી. શિક્ષક દિવસની ઉજવણી થકી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આત્મીયતા વધે છે જેના કારણે શિક્ષણ કાર્ય સરળ બની રહે છે. આ તકે શિક્ષક દિવસ ઉજવણીને સફળ બનાવવા પાયોનિયર વિદ્યાલયના આચાર્ય અસરફભાઈ, શાળાના શિક્ષકો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso