સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં ગુજરાતનાં રમખાણો સંબંધિત દસ અરજીઓ હતી, જેમાંથી એક રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી પણ દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ અને જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું છે કે કોર્ટે આ મામલે વિશેષ તપાસ સમિતિ રચી હતી અને રમખાણો સાથે જોડાયેલા નવમાંથી આઠ કેસમાં સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે….

સુપ્રીમ કોર્ટે કહ્યું, “તમામ કેસો અર્થહીન થઈ ચૂક્યા છે, એટલે કોર્ટને હવે આના પર સુનાવણી કરવાની જરૂર નથી.” તેમણે નોંધ્યું હતું કે માત્ર નરોડા પાટિયા રમખાણોનો કેસ ટ્રાયલ સ્ટેજ પર છે અને અંતિમ દલીલોના તબક્કામાં છે.એસઆઈટી તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે નવમાંથી માત્ર એક જ કેસની સુનાવણી બાકી છે. આ નરોડા ગામ વિસ્તાર સાથે સંકળાયેલો કેસ છે અને એ અંતિમ દલીલોના તબક્કામાં છે. અન્ય મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અથવા તો હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આ પુનર્વિચારની સંબંધિત અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આઠ મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હોવાથી પેન્ડિંગ અરજી અર્થહીન થઈ ગઈ છે…

મુખ્ય ન્યાયાધીશે એવું પણ કહ્યું કે નરોડા કેસમાં કાયદા અનુસાર સુનાવણી થશે અને એસઆઈટી એની રીતે કાર્યવાહી કરી શકે છે. નોંધનીય છે કે ગોધરામાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર થયેલા હુમલા બાદ ગુજરાતભરમાં તોફાનો શરૂ થયાં હતાં. હિંસક ટોળાના આક્રમણ બાદ ટ્રેનના ડબ્બાને આગ લગાવી દેવામાં આવી હતી અને 59 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં મોટા ભાગના લોકો અયોધ્યાથી અમદાવાદ પાછા ફરી રહેલા કારસેવકો હતા. એ બાદ ગુજરાતમાં થયેલાં રમખાણોમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના મુસલમાનો હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!