વાંકાનેર સીટી પોલીસ ટીમ પીઆઇ એન. એ. વસાવાની સૂચના મુજબ અસરકારક કામગીરીમાં હોય જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને જકાતનાકા પાસે ચાર બાળકો પરિવારથી વિખૂટા પડેલા મળી આવતા પોલીસ ટીમે તે બાળકોના પરિવારજનોની શોધ કરી ચાર બાળકોનો કબ્જો તેમના વાલીને સોંપ્યો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો પરિવારથી વિખૂટા પડેલા મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા તે ખોવાઈ ગયેલ હોય અને પોતાનું ઘર નહી મળતુ હોવાનું જણાવતા પોલીસે તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું તથા તેમનાં નામ અંજલીબેન રોહીતભાઈ દરદરા (ઉ.વ. 10), રીંકુબેન રોહીતભાઈ દરદરા (ઉ.વ. 8), રોશનીબેન રોહીતભાઈ દરદરા (ઉ.વ. 6) અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા (ઉ.વ. 5) હોવાનુ જણાવતા તેની તપાસ કરી પોલીસે તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને તેના પરિવારને સોંપ્યા હતા…

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પી.આઈ. એન. એ. વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, કો. દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, મહીલા કો. સંગીતાબેન નાકીયા તથા રેશ્માબેન સૈયદ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!