પંજાબના સીએમ ભાગવંત માને મોટું પગલું ભરતા સ્વાસ્થય મંત્રી વિજય સિંગલાને સસ્પેન્ડ કરી દીધા છે. સિંગલા પર અધિકારીઓએ કમિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે માનને સ્વાસ્થય મંત્રીને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા તેના પુરાવા મળ્યા હતા.  વિજય સિંગલાની ધરપકડ કરી લેવામાં આવી છે…..

વિજય સિંગલા ભગવંત માનની આગેવાની હેઠળની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. વિજય સિંગલા પર અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માંગણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ સીએમ ભગવંત માને તેમને તેમની કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો….

વિજય સિંગલાને મંત્રીમંડળમાંથી હટાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટ કહ્યું કે અમે એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે પ્રજાએ ઘણી આશા-અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે. આ અપેક્ષા પ્રમાણે અમરે ખરું ઉતરવું એ અમારી ફરજ છે. સીએમ માને કહ્યું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્રો અને ભગવંત માન જેવા સૈનિકો છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે…

અરવિંદ કેજરીવાલે શપથ લીધા હતા કે ભ્રષ્ટાચારની વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી દેવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બધા તેમના સૈનિક છીએ. અહીં એક ટકા પણ ભ્રષ્ટાચારને સ્થાન નથી. મુખ્યમંત્રી ભગવંત માનના પોતાના જ મંત્રીને હટાવવાના આ પગલાને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અન્ય નેતાઓ અને અધિકારીઓ માટે પણ મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે…

પંજાબમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં કાઢી મૂક્યા હોય. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીએ સિસ્ટમમાં ઊંડે સુધી રહેલા ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખવાના વચનો આપ્યા હતા.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!