વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ પતિ સહિત 12 શખ્સો સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે કાચા રસ્તે ચાલવા બાબતે પિતા-પુત્ર પર 12 શખ્સોએ ઘાતકી હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા બાદ હોસ્પિટલ ખાતે સારવાર લેવા જતી વખતે પુનઃ રસ્તામાં હુમલો કરી માર મારી જાતી પ્રત્યે અપમાનિત કરતા આ બાબતે યુવાનની ફરિયાદ પરથી ભાજપ અગ્રણી, વઘાસીયા ગામના સરપંચ અને વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિ સહિત 12 આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ દ્વારા એન્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દિલીપભાઇ કરશનભાઇ વાઢેરએ આરોપી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, ૩). રવી ઝાલા, ૪). ખેંગારસિંહ હઠેસિંહ ઝાલા, ૫). ભગતસિંહ ખેંગારસિંહ ઝાલા, ૬). હરપાલસિંહ I 20 કાર વાળો, ૭). ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા, ૮). પિન્ટુ જનકસિંહ ઝાલા, ૯). મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા, ૧૦). મયુરસિંહ રણજીતસિંહ ઝાલા, ૧૧). મયુરસિંહ મહાવિરસિંહ ઝાલા અને ૧૨). રવી પાણીના પ્લાન વારા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

જેમાં તેમણે જણાવ્યું છે કે, ફરિયાદી દિલીપભાઇની ખેતીની જમીન વઘાસીયા ગામથી ઉતરે આવેલ હોય તે જમીનની બાજુમાં એક કાચો રસ્તો પસાર થતો હોય તે રસ્તેથી આરોપીઓ વાહનો ચલાવવા હોય, જેનો દિલીપભાઇ તથા સાહેદો રોષ દર્શાવતા હોય જેથી આ બાબતે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી દિલીપભાઇ તથા સાહેદ- પિતા કરશનભાઇ પુનાભાઇ વાઢેરને ગાળો આપી ઢીકાપાટોનો તથા છુટા પથ્થરના ઘા મારી મુંઢ ઇજા કરી જાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

જે બનાવ બાદ દિલીપભાઇ તથા સાહેદ વાંકાનેર સરકારી દવાખાને સારવાર લેવા આવતા ત્યાં આરોપીઓએ લોખંડ ના પાઇપ જેવા મારક હથીયારો ધારણ કરી દિલીપભાઇને માથાના ભાગે તથા લોખંડના પાઇપથી દિલીપભાઇને બંને પગમા તથા ખંભાના ભાગે તથા વાસામા પાઇપથી માર મારી મુંઢ ઇજા પહોચાડી તેમજ ફરી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ વખતે સાહેદ ભરત ખંગારભાઇ વાઢેરે તેના મોબાઇલ દ્વારા શુટીંગ કરતા આરોપઓએ મોબાઇલ ઝુટવી લઇને જતા રહ્યા હતા.

ઉપરોક્ત ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે કુલ બાર આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૩૩૭, ૩૭૯(એ)(૧), ૧૪૩ ,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦-B તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(R)(S),૩(૨),(૫-A) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!