મોમીનશાહબાવા દરગાહની સામે હાઈવે પર આવેલ ડિવાઈડર અચાનક જ કેમ બંધ કરાયું ? : અહિં સર્વિસ રોડ પણ ન હોવાથી રોંગ સાઈડમાં ચાલવા મજબુર નાગરિકો, કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની ?

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક હાઈવે પર મોમીનશાબાવા દરગાહ નજીક આવેલ એકમાત્ર ડિવાઈડર છેલ્લા છ માસથી હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કારણસર બંધ કરી દેવાતા અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહિં બાજુમાં જ પ્રખ્યાત મોમીનશાહબાવા દરગાહ, ખેતીની જમીનો, માર્કેટિંગ યાર્ડ, કોમર્શિયલ કોમ્પલેક્ષ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હોવાથી બહોળી સંખ્યામાં નાગરિકો આ ડિવાઈડરનો ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા છ માસ પહેલા આ ડિવાઇડરને કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેવાતા છ માસથી વાહન ચાલકો હેરાનપરેશાન થઈ ગયા છે….

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગામ નજીક હાઈવે પર આ એકમાત્ર ડિવાઈડર આવેલ હોય પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા તેને પણ બંધ કરાતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હાઈવે પર બંને બાજુ સર્વિસ રોડની સુવિધા ન હોય જેના કારણે સાઈડ બદલવા માટે વાહન ચાલકો આ ડિવાઈડરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા જેમાં અચાનક જ ડિવાઈડર બંધ કરાતાં નાગરિકોને આગળના ડિવાઈડર સુધી લાંબો ધક્કો ખાવો પડે છે.

અહિં બાજુમાં જ માર્કેટિંગ યાર્ડ, પ્રખ્યાત મોમીનશાહબાવા દરગાહ, ચંદ્રપુર ગામ, કોમર્શિયલ કોમ્પલેક્ષો, વિશાળ ઈન્ડસ્ટ્રીઝ અને ખેડૂતી માટેની જમીનો આવેલ હોય જેથી નાગરિકોની સતત આવનજાવન ચાલુ હોય ત્યારે અચાનક જ હાઈવે ઓથોરિટી દ્વારા આ ડિવાઈડરને બંધ કરાતાં નાગુ રોષે ભરાયા છે અને તાત્કાલિક આ ડિવાઈડરને પુનઃ શરૂ કરવા માંગ કરી રહ્યા છે. સાથે જ જો હાઈવે ઓથોરિટી દ્વારા આ ડિવાઈડર પુનઃ જલ્દીથી શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન અને ચક્કાજામની પણ ચિમકી આપવામાં આવી છે. જેથી બાબતે નાગરિકોના વિશાળ હિતમાં તાત્કાલિક આ ડિવાઈડર પુનઃ શરૂ કરવા ચક્રવાત ન્યુઝ દ્વારા જાહેર માંગ કરવામાં આવે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!