વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલ વચ્ચે અમેરિકન ડોલરની માંગ વધી રહી છે. શેરબજાર અને કોમોડિટીમા વેચવાલી છે અને ડોલર વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો…

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે.

શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!