કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન બનાવનારી કંપનીઓએ શનિવારે તેના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે ખાનગી હોસ્પિટલમાં આ બંને વેક્સિનનો એક ડોઝ માત્ર રૂ. 225 માં ઉપલબ્ધ થશે. આ પહેલા ખાનગી હોસ્પિટલમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 600 રૂપિયા અને કોવેક્સિનના એક ડોઝની કિંમત 1200 રૂપિયા હતી. જેમાં આજે ધરખમ ઘટાડા બાદ બંનેના નવા ભાવ માત્ર રૂ 225 થયા છે…
વેક્સિનના ભાવમાં ઘટાડો, તમામ વ્યસ્ક નાગરિકોને પ્રિકૉશન ડોઝ લગાડવામાં આવશે તેવી જાહેરાત બાદ કરાયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 10 એપ્રિલ એટલે કે રવિવારથી 18+ ઉંમરવાળા તમામ નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ લગાડવામાં આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ શુક્રવારે કોવિશિલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અદાર પૂનાવાલાએ સરકારના આ પગલાંની પ્રશંસા કરી અને અન્ય એક ટ્વીટમાં વેક્સિનની કિંમત ઘટાડવાની જાહેરાત કરી.
પૂનાવાલાએ કહ્યું કે તેમની કંપની ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ માટે 600 રૂપિયાની જગ્યાએ 225 રૂપિયા લેશે. આવી જ રીતે કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા એલ્લાએ પણ વેક્સિનની કિંમત 1200 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાની જાહેરાત એક ટ્વીટના માધ્યમથી કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS