મોરબી જિલ્લા પંચાયતની ૨૩-તિથવા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીમતી હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી પોતે રાજાવડલા ગામના રાજકીય/સહકારી આગેવાન મર્હુમ હાજી સાહેબના કુટુંબના દિકરી અને જનતા કાપડ(જનતા ગ્રુપ)વાળા મર્હુમ માહમદ હાજીસાહેબના દિકરી છે.
તેમજ વડાવીયા કુટુંબ-રાજાવડલાના જનતા કાપડ વાળા વલી હાજીસાહેબ અને સાજી હાજીસહેબના ભત્રીજી છે. વાંકાનેરના નામાંકિત જનતા ગ્રુપનો મોમીન સમાજના સામાજિક કાર્યોમાં ખુબ મોટું યોગદાન રહ્યું છે. જેથી હફીઝાબેન બાદીના મોસાળ કુટુંબનો સમાજના દરેક વર્ગ સાથે ખુબ સારા સંબંધો છે….
હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી, હઝરત બાલાપીર બૈતુલમાલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મીમનજી હાજી સાહેબના ભાણેજ થાય છે. તેમના પતિ ઈસ્માઈલભાઈ બાદી વર્ષોથી લોકો સાથે જોડાયેલ હોય જેથી તેઓ સામાજિક અને રાજકીય રીતે ખુબ મોટી નામના ધરાવે છે…
લોકસેવાની ધગસ સાથે કામ કરતા ઈસ્માઈલભાઈ બાદી ખુબ નાની ઉમરમાં પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કરી અને ઉમદા કામગીરી કરતા તેઓ એક શિક્ષિત (ગ્રેજ્યુએટ/એન્જિનિયર) યુવા નેતા તરીકે યુવાનો માટે રોલ મોડલ સમાન છે.
ઈસ્માઈલભાઈ બાદીએ પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ નાની ઉમરમાં વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના સરપંચ તરીકે કરી ગામમાં પાણીની સુવિધા, સિમેન્ટ રોડ, ચેકડેમો, આધુનિક ગ્રામ પંચાયત ઓફિસ, ગરીબોને બી.પી.એલ. કાર્ડ સહિતની સમગ્ર વાંકાનેર તાલુકામાં બેસ્ટ કામગીરી કરી પોતાના ગામની કાયાપલટ કરી નાખી છે…
ઈસ્માઈલભાઈ બાદીએ પોતાની બધા સમાજને સાથે લઇને ચાલવાની કામગીરીથી તેઓ બહોળી લોકચાહના મેળવી છે. જેઓ આજે પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ અને વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે જ તેઓ પાંચ વર્ષ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi