હાલ સમગ્ર વિશ્વમાં કોરોના જેવો કપરો સમય ચાલી રહ્યો છે આવામાં વાંકાનેર શહેરમાં કોરોના રોગચાળો કાબૂમાં છે ત્યારે શહેરભરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે જેથી આ બાબતે કોઈ ગંભીર રોગચાળો માથું ઊચકે તે પૂર્વે તાકીદે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ઘટતા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે…
વાંકાનેર શહેરમાં ભૂગર્ભગટર હોવા છતાં દિનપ્રતિદિન મચ્છરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે. જેમાં ઠેરઠેર મચ્છરોના મોટા ઝુંડ જોવા મળી રહ્યા છે. વાંકાનેર શહેરના નાગરિકોને ઘર કે બહાર બેસવું મુશ્કેલ બની રહ્યું છે. બાબતે મચ્છરજન્ય રોગચાળો મેલેરીયા, ટાઈફોડ જેવી ગંભીર બીમારીની સાથે કાબૂમાં રહેલ કોરોના રોગચાળો આ વધતાં જતાં મચ્છરોના ઉપદ્રવથી માથું ઉચકે તે પુર્વે જવાબદાર તંત્ર યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ ઉઠી રહી છે…
વાંકાનેર શહેરમાં વધેલા મચ્છરોના ઉપદ્રવ પાછળ સફાઈનો અભાવ કે અન્ય કોઈ કારણ ? બાબતે વાંકાનેર નગરપાલિકા તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. વર્તમાન સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી પણ આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે શું પાલિકા તંત્રના કર્મચારીઓ/અધિકારીઓ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત છે કે શું ? હાલની પરિસ્થિતિમાં કોઈ ગંભીર રોગચાળો માથું ઊચકે અને તેને કાબુ કરવો મુશ્કેલ બને તે પૂર્વે તાકીદે આ બાબતે ઘટતા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે….
ઘણા સમયથી વાંકાનેર શહેરમાં સફાઈનો અભાવ જોવા મળે છે તેથી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક શહેરમાં સફાઈ કરાવી અને ડીડીટી દવાનો છટકાવ કરવા સહિત પ્રતિકારાત્મક પગલાં લઇ વધેલા મચ્છરોના ઉપદ્રવને ઘટાડે તેવી વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે. બાબતે શું વાંકાનેર નગરપાલિકા તંત્ર નિદ્રાધીન અવસ્થામાં છે કે શું ? તે ગંભીર પ્રશ્ન છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi