વાંકાનેર શહેર ખાતે આવેલ મોમીન સમાજના આસ્થાના પ્રતીક એવા મોમીનશાહ બાવા દરગાહ શરીફના સજ્જાદાનશીન સૈયેદ વિઝારતહુસેનબાવા અને તેમના દિકરા સૈયેદ અલીનવાઝબાવા ગેલેકસી કોમ્પ્લેક્ષ-2 ખાતે ધાર્મિક વિધિ માટે આવેલ હોય ત્યારે આ તકે સૈયેદ અલીનવાઝ પીરઝાદાએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને નીટની પરીક્ષામા ઉચ્ચ ગુણાંક તેમજ રેન્ક સાથે પાસ થઈ અમદાવાદ ખાતે M.B.B.S. માં એડમિશન મેળવવા બદલ તેમજ ડો. સાદીયાપરવીન વી. સૈયદએ MBBS ની ડિગ્રી મેળવતા ગેલેક્સી ક્રેડિટ કો.ઓ.સો.લી. દ્વારા તેમનું સિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું…
અત્રે ઉલ્લેખનીય છે કે મોહતરમા સાદીયાપરવીન વી. સૈયદએ દીની અને દુન્વયી શિક્ષણના અજોડ સમન્વય સાથે ખુબ સંતુલિત અને ગુણવત્તાયુક્ત કેળવણી પ્રાપ્ત કરી ચાલુ વર્ષે તબીબી ક્ષેત્રની પ્રતિષ્ઠિત M.B.B.S. ની પદવી પ્રાપ્ત કરી પરિવાર અને મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે. શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં સક્રિય ભાગીદારી નિભાવી સીમા ચિન્હરુપ સફળતાઓ પ્રાપ્ત કરનાર આ બંને મોમીન રત્નોનું શ્રી ગેલેકસી ક્રેડીટ કો.-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા મોમીનરત્ન સન્માન – ૨૦૨૧ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W