આજરોજ ગામના સરપંચ પદે રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા સહિત તમામ બોડીએ ચાર્જ સંભાળ્યો, નવી બોડીની પ્રથમ બેઠક મળી….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામ પંચાયતના ચુંટાયેલા તમામ નવા સભ્યો સહિતના હોદ્દેદારોએ આજે પોતાનો ચાર્જ સંભાળવાની હાથે જ પ્રથમ બેઠક મળી હતી જેમાં ગામના ઉપસરપંચ પદે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપૂર ગ્રામ પંચાયતની તાજેતરમાં જ યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ બેઠક મળી હતી જેમાં તમામ વિજેતા સભ્યો તેમજ નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા ઉપસરપંચ તરીકે શ્રી દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે નવનિયુક્ત તમામ સભ્યો, સરપંચ અને ઉપસરપંચોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

આ પ્રથમ બેઠકમાં ગામના સરપંચ રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા, તમામ વોર્ડના સભ્યો તથા ચંદ્રપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ઇસ્માઇલ પરસરા તેમજ ચૂંટણી અધિકારી સર્કલ ઓફિસર કે. આર. ઝાલા સહિતના હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!