વાંકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર વાહન ચેકીંગ દરમ્યાન જોધપર ગામ નજીકથી એક સ્વિફ્ટ કારમાંથી 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ બાઉન્ડ્રી નજીક વાહન ચેકીંગમાં હોય દરમ્યાન ત્યાંથી એક સ્વિફ્ટ કાર નં. GJ 13 N 1731 કાવુ મારી ફરાર થતાં પોલીસે કારનો પીછો કર્યો હતો જે કારના ડ્રાઇવરે કાર વાંકાનેરના જોધપર ગામ નજીક બાવડની ઝાડીમાં છોડી ફરાર થઈ ગયો હતો,
જેથી શંકા જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી બાર બાચકામા રહેલ 300 લીટર દેશી દારૂ (કિ રૂ. ૬૦૦૦/-) મળી આવ્યો હતો. જેથી પોલીસે ઉપરોકત કાના ડ્રાઇવર વિરુદ્ધ પ્રોહીએકટ કલમ-૬૫૪, ૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ચુડાસમા, કો. અર્જુનસિંહ ઝાલા તથા અકીલભાઈ બાંભણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq