વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો હતો. જે બનાવમાં પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 11.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર. પી. જાડેજા અને ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી ટ્રક નંબર GJ 15 Z 1161 માં ચોર ખાનું બનાવીને છુપાવી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 540 જેની કીમત રૂ. 1,62,000 સહિત કુલ રૂ.11,65,100 ના મુદામાલ સાથે આરોપી હરખારામ રેવારામ સોલંકી (રહે-જાનવાનાડી, સુથારોન, રાજસ્થાન)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
આ બનાવમાં ભરતસિંગ અને હરપાલસિંહ ઝાલા (રહે-કારોલ સુરેન્દ્રનગર)નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ આર. પી. જાડેજા અને પોલીસ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકીલભાઈ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi