વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવા માટે આવેલ બે શખ્સોને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રંગે હાથ ઝડપી પાડી બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે, વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં એક સરદારજી તથા અન્ય એક ઇસમ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીઝ વેંચાણ કરવા માટે આવનાર હોય જેના આધારે એલસીબ ટીમે સ્થળ પર વોચ ગોઠવી,
તુલસી હોટલના ગ્રાઉન્ડમાંથી માનસી ઉધમસીંગ દુધાણી (ઉ.વ. 56, રહે. હાલ ધોરાજી ફળી રોડ, ગુલાબનગર તા.ધોરાજી, મૂળ રહે. વારસીયા કેમ્પ વીમાના દવાખાના પાસે, વડોદરા) તેમજ પવન મદન તેજાજી સીરવી (ઉ.વ. 33, રહે. ગંધવાની બ્લોક કોલોની ગ્રામ પંચાયત, બારીયા (મધ્ય પ્રદેશ) એમ બંને શખ્સોને ગેરકાયદેસર પિસ્તોલ તથા મેગઝીન સાથે ઝડપી લીધા હતા…
પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ પાસેથી લોખંડની મેગ્જીન વાળી એક પીસ્તોલ, પાંચ જીવતા કાર્ટીઝ તથા ખાલી મેગ્જીન તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 13,000 નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
મોરબી એલસીબી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા , હેડ કો. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુંગસીયા, નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq