વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીનો તખ્તો ગોઠવાયો ગયો છે ત્યારે યાર્ડમાં મુખ્ય ભાજપ અને પીરઝાદા પેનલ વચ્ચે જંગ યોજાશે જેમાં આશ્ચર્યજનક રીતે ભાજપને વેપારી પેનલમાં કુલ ચાર બેઠક માટે પુરતા ઉમેદવાર પણ ન મળતાં માત્ર એક ઉમેદવારે ફોર્મ ભરતા કુલ ચાર બેઠકમાંથી ત્રણ બેઠકો પર ચુંટણી પુર્વે જ પીરઝાદા પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે જ્યારે અન્ય એક બેઠક માટે પણ પીરઝાદા પેનલ ફેવરીટ હોવાનું વેપારી સુત્રો જણાવી રહ્યા છે….

યાર્ડમાં વેપારી પેનલની કુલ ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે જેમાં પીરઝાદા પેનલમાં ૧). ચૌધરી મોહયુદ્દીન હુસેનભાઇ, ૨). પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઈ, ૩). બાદી મોહંમદનીસાર ઈસ્માઈલભાઈ (ફૈઝ) અને ૪). મેઘાણી અશ્વિનભાઈ નવઘણભાઈ તો સામે ભાજપમાંથી માત્ર એક જ ઉમેદવાર ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ મેદાનમાં છે….

હાલના શાસકોની ખુબ સારી કામગીરીથી વેપારી પેનલમાં ફોર્મ ન ભરાયા : વેપારી સુત્રો

બાબતે વેપારી પેનલમાં પીરઝાદા પેનલ સામે મુખ્ય હરીફ ભાજપને ચાર બેઠકો માટે માત્ર એક જ ઉમેદવાર મળવા પાછળના કારણોમાં વેપારી સુત્રોએ જણાવ્યું હતું કે, હાલની પીરઝાદા પેનલના શાસકો દ્વારા 5 વર્ષની ખુબ જ સારી કામગીરી અને મેનેજમેન્ટ હોય જેનાથી વેપારીઓ સંતુષ્ટ હોવાના કારણે તેમના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ભર્યા નથી…

યાર્ડની તમામ 15 બેઠકો પર પીરઝાદા પેનલનો વિજય નિશ્ચિત : શકીલ પીરઝાદા

બાબતે યાર્ડ મના ચેરમેન શકીલ પીરઝાદાનો સંપર્ક કરતા તેઓએ વિજયી વિશ્વાષ સાથે જણાવ્યું હતું કે, અમારી પેનલના તમામ ઉમેદવારો યાર્ડની તમામ 15 બેઠકો પર વિજય મેળવશે. જેમાં હાલ વેપારીઓ વિભાગની ત્રણ બેઠકો પર તો અમારા ત્રણ ઉમેદવારો બીન હરીફ છે જ્યારે અન્ય એક બેઠક પર પણ અમારા ઉમેદવારનો વિજય નિશ્ચિત છે. આવી જ રીતે ખરીદ વેચાણ સંઘની એક બેઠકમાં કુલ 25 મતદાર ડિરેક્ટરોમાંથી બહુમતી કરતા પણ વધુ મતદારો અમારી સાથે હોય જેમાં પણ અમારો વિજય નિશ્ચિત છે….

આવી જ રીતે મતદારોનો અમારા તરફી જુકાવ જોતા ખેડૂત વિભાગની 10 બેઠકો પર પણ અમારા તમામ ઉમેદવારો વિજયી બનશે તેવો અમોને વિશ્વાસ છે તેવુ વધુમાં તેમણે ચક્રવાત ન્યુઝને જણાવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I

 

error: Content is protected !!