કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દોઢ વર્ષ અગાઉ બહુમતીના જોરે ત્રણ કૃષિ કાયદાઓ પસાર કર્યા હતા જેનો ખેડૂતો દ્વારા બહોળો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં લાંબા સમયની ખેડૂતોની લડત બાદ આજે કેન્દ્ર સરકાર ખેડૂતો સામે જુકી અને ખેડૂત વિરોધી ત્રણેય કાળા કાયદાઓ રદ કરવાની જાહેરાત કરતા વાંકાનેર કોંગ્રેસ પરિવાર દ્વારા ખેડૂતોની આ જીતને ફટાકડા ફોડી ઉજવી હતી…
ખેડૂત વિરોધી ત્રણેય કૃષિ કાયદા રદ થતાં આજે વાંકાનેર કોંગ્રેસ દ્વારા દાણાપીઠ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આ જીતને અહંકાર અને આપખુદશાહી સામે સત્યની જીત ગણાવી હતી. આ તકે ખેડૂત અગ્રણી ઈરફાન પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી, વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, માકેઁટીંગ યાર્ડ ડિરેક્ટર અલીભાઈ સબર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT