વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક બોલેરો ગાડીને ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રોકી તલાસી લેતાં તેમાંથી 800 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 4.21 લાખનાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે કુલ છ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના ચાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુક પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ઢુવા ગામ નજીકથી પસાર થતી એક બોલેરો કાર નં. GJ 13 AW 5838 ને રોકી પોલીસે તલાશી લેતા તેમાંથી 800 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વિદેશી દારૂ, બોલેરો ગાડી તેમજ બે મોબાઈલ સહિત કુલ રૂ. 4.21 લાખના મુદ્દામાલ સાથે ચાલક પ્રદીપભાઈ પ્રવીણભાઈ વાઘરોડિયા (ઉ.વ. 30, રહે. ટીબી હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર) તેમજ અમિત અશોકભાઈ ઉતેરીયા (ઉ.વ. ૩૦, રહે. મલ્હાર ચોક, વાદી પરા શેરી નંબર-૧, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી…
આ બનાવમાં સ્થળ પરથી ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમણે હકીકત આપતા જણાવેલ કે તેઓ બળવંતભાઇ જીવણભાઇ સાપરા (રહે. ચોટીલા) અને ભરતભાઇ કાઠી દરબારના કહેવાથી પોતાની ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરેલ હોય અને તે દારૂનો જથ્થો ભગુભાઇ (રહે. નજરબાગ, મોરબી) અને સતીષભાઇ (રહે. રફાળેશ્વર)ને આપવા માટે જતા હતા. બનાવ અનુસંધાને પોલીસે ઝડપાયેલ આરોપીઓની કબુલાત પરથી છ શખ્સોની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe