વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ સામે હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધને એક કાર ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું જેથી આ બનાવમાં મૃતકનાં પુત્રએ કાર ચાલક સામે વાંકાનેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરાની ખડીપરા શેરી ખાતે રહેતા રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલ સવારે નવ વાગ્યાની આસપાસ તેમના પિતા સવશીભાઈ ભલાભાઈ ઘણાંદીયા(ઉ.વ. 72) વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બસસ્ટેન્ડ પાસે પગપાળા રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે એક કાર નં. GJ 12 DS 3109ના ચાલકે તેમને હડફેટે લેતા સવસીભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું….
બનાવ બાદ મૃતક વૃદ્ધના પુત્રએ બેફીકરાઈથી ગફલતભરી રીતે કાર ચલાવી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe