વાંકાનેર તાલુકાના હસનપર ગામ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સો ઘર પાસે ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતાં ચારેય શખ્સોએ પરિવારજનો પર છરી, લોખંડના પાઈપ અને ઈંટો વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા ફરિયાદી નિલેશભાઈ રમેશભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ કરણ સાથે અગાઉ છોકરાઓને માથાકૂટ થઈ હોય જે બાદ આ બાબતે બંને પક્ષે સમાધાન પણ થયું હતું પરંતુ આ બાબતનું મનદુઃખ રાખી આરોપી અશોકભાઇ સારલા(રહે. મકનસર), વિશાલભાઇ રમેશભાઈ(રહે. હસનપર), મેરૂ નરશીભાઇ(રહે. હસનપર) સંજયભાઇ પ્રવિણભાઇ (રહે. હસનપર)એ ફરિયાદી નિલેશભાઈના ઘર પાસે આવી બેફામ વાણી વિલાસ કરતા નિલેશભાઈના માતાએ ગાળો બોલવાની ના પાડતા ચારેય આરોપીઓ લોખંડના પાઇપ વડે મુકેશભાઇ પર હુમલો કરી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા સાહેદ કરણને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત ઈંટના ટુકડાના ઘા ઝીંકી ફરીયાદી નીલેશભાઈને ઇજા પહોંચાડી હતી તથા છરી વડે નિલેશભાઈના માતા ગૌરીબેનને પણ સામાન્ય ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અનુસંધાને નિલેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe