ગત રવિવારના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે રંગોળી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. બે અલગ અલગ વિભાગમાં જેમાં 5 થી 15 વર્ષ ની ઉંમર અને 15 ઉપરના તમામ વર્ગમાં કુલ 26 સ્પર્ધકએ ભાગ લઇ રંગબેરંગી નયનરમ્ય અને ઉત્સાહભેર રંગોળીઓ બનાવી હતી…
આ સ્પર્ધામા બંને વિભાગમાંથી 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધક ને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં વિભાગ 1 મા
પ્રથમ નંબર માહિ વખારીયા, બીજો નંબર યુવરાજસિંહ ઝાલા,
ત્રીજો નંબર જીલ પરમાર અને વિભાગ 2 મા પ્રથમ નંબર નેહાબેન સોલંકી,
બીજા નંબરે આયુશી ખીરૈયા, અને ત્રીજા નંબરે ધ્રુવી સોલંકીએ મેળવ્યો હતો. આ સ્પર્ધાનું સમગ્ર આયોજન ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા કરવામાં આવેલ અને સ્પર્ધામા નિર્ણાયક તરીકે ભાટી એન., શીતલબેન શાહ તથા કિશોરભાઈ ભટ્ટીએ સેવા આપી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe