વાંકાનેર તાલુકાનાં જામસર-વીરપર રોડ પર આવેલ વાડીએ સુતેલા યુવાન પર જમીન વહેંચણી બાબતે મન-દુઃખ રાખી યુવાનના સગા ભાઈએ જ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકના જામસર ગામ ખાતે રહેતા લાલજીભાઇ જીવાભાઇ ઇંદરીયા (ઉ.વ. ૩૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેની જામસર ગામથી વીરપર રોડ પર એક્ષેલ પેપર મીલ સામે આવેલ તેમની વાડી ખાતે સૂતા હોય ત્યારે તેમના સગા ભાઈ આરોપી વાઘજીભાઇ જીવાભાઇ ઇંદરીયાએ જમીન વહેંચણી બાબતે મનદુઃખ રાખી ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો…
આ બનાવમાં ભાઈએ ભાઈ પર છરી વડે હુમલો કરી ફરિયાદીને માથામાં પાછળના ભાગે, ગળાના ભાગે, પાંસડી અને ત્રણ આંગળીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનની ફરિયાદ પરથી પોલીસે સગાભાઈ આરોપી સામે આઇપીસી કલમ ૩૨૪, ૫૦૬(૨) જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe