વાંકાનેર શહેરમાં આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલની શ્રી કે. કે શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણિતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેમાં એક સામાન્ય પરિવારમાંથી આવતા બે વિદ્યાર્થીઓ દ્વારા સવારે શાળાના સમયે આવતી વેળાએ મળેલ પૈસાથી ભરેલ પાકીટ પ્રમાણિતા દાખવી અને શાળાના શિક્ષક મારફતે મુળ માલિકી સુધી પહોંચાડી પોતાના સંસ્કારોને ઉજાગર કર્યા હતા….

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાગર હરેશભાઈ ડાભી અને રાહુલ માવજીભાઈ ગુગડીયા સવારે શાળાએ આવતાં હોય ત્યારે તેમને શાળાના દરવાજા પાસે પાર્ક કરેલ બાઇક પાસે એક વોલેટ(પાકિટ) પડેલું હોવાનું ધ્યાનમાં આવતા જે પાકિટને લઇ ચેક કરતા તેમાં અંદાજે સાતથી આઠ હજાર રૂપિયા રોકડ રકમ, એટીએમ કાર્ડ, આઇ કાર્ડ મળી આવતા વિદ્યાર્થીઓએ આ પાકિટ શાળાનાં શિક્ષકોને સુપ્રત કર્યું હતું જે બાદ શિક્ષકો દ્વારા આ પાકિટ તેના મુળ માલિક પ્રતિપાલસિંહ વાળા (પોલીસ કોન્સ્ટેબલ)ને પરત કર્યું હતું….

એક સામાન્ય પરિવારમાંથી આવતા આ બંને વિદ્યાર્થીઓ દ્વારા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ પાકિટ તેના મુળ માલિક સુધી પહોંચાડવા માટે જે પ્રયત્ન ખરેખર સમાજ માટે ઉદાહરણ રૂપ અને પોતાના કુટુંબ તથા શાળાએ આપેલ સંસ્કારોને ઉજાગર કરનાર તેમજ પ્રમાણિકતા નું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂ પાડે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!