વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ એક ખાણમાં વિજશોક લાગવાથી તરૂણનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ મહેશભાઈ બાબુભાઈની ખાણમાં કામ કરતા બબલુભાઇ માલસિંગ ડામોર (ઉ.વ. 16) નામના સગીરને કોઈ કારણસર વિજશોક લાગ્યો હતો જેમાં તરૂણનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેથી સગીરના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf