આ રોડ પર જડેશ્વર મહાદેવ મંદિર અને વડસર દરગાહ જેવા પ્રખ્યાત બે ધર્મસ્થાનો આવેલ હોવા છતાં જવાબદાર તંત્ર આ 26 કીમી રોડના નવિનીકરણ બાબતે ઉપેક્ષા કરી રહ્યું છે…
વાંકાનેર શહેરથી લજાઈ ગામને જોડતા 26 કીમીનો રોડ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલ હોય બાબતે જવાબદાર તંત્રને અનેક રજૂઆતો બાદ આજસુધી કોઈ પગલાં લેવાયા નથી. આ સાથે જ આ રોડ પર જડેશ્વર મહાદેવ મંદિર અને વડસર દરગાહ જેવા બે પ્રખ્યાત ધર્મસ્થાનો આવેલ હોવા છતાં આ રોડના નવિનીકરણ બાબતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે….
વાંકાનેર શહેરથી લજાઈ સુધીના 26 કીમીનો આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા રોડના નવિનીકરણ તો ઠીક પરંતુ મરામત કામની પણ તસ્દી લેવામાં આવી નથી. આ રોડ પર વડસર તળાવ નજીક ગેબનશાહપીર દરગાહ અને જડેશ્વર મહાદેવ મંદિર જેવા પ્રખ્યાત ધર્મસ્થાનો આવેલ હોવા છતાં આ રોડની બદતર હાલત તંત્રની ઉપેક્ષા ગણવી જ ઘટે…
બાબત આ રોડના નવિનીકરણ માટે અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો દ્વારા માંગણી અને રજુઆત કરવામાં આવી હોય અને અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ કરાયા હોવા છતાં પણ નફ્ફટ તંત્ર દ્વારા આ રોડના નવિનીકરણની આજ સુધી નોંધ પણ લેવામાં આવી નથી. બાબતે તાત્કાલિક આ રોડનું નવિનીકરણ કરવામાં નહીં આવે તો નાગરિકો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF